હે નાથ જોડી હાથ
શ્રી મોટા
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ, શરણું મળે સાચું તમારું, એ હૃદયથી માંગીએ, જે જીવ આવ્યો આપ પાસે, શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
વળી કર્મના યોગે કરી, જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે, લખચોરાશીનાં બંધનોને, લક્ષમાં લઇ કાપજો . પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
સુસંપત્તિ, સુવિચાર ને સત્કર્મનો દઇ વારસો, જનમોજનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો, આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
મળે મોક્ષ કે સુખ સ્વર્ગના, આશા ઉરે એવી નથી, ઘો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી, સાચું બતાવી રૂપ શ્રી ભગવંત હૃદયે સ્થાપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
252
He Nath Jodi Hath
Shri Motā
he nath jodi hath pāye premathi sahu lāgie, sharaṇu male sāchu tamāru, e hṛdayathi mangie, je jiv āvyo ap pase shraṇamā apanavajo, paramātmā e ātmāne shanti sāchī āpajo.
vaļī karmanā yoge karī je kuļamā e avatare, tyān pūrṇ preme o prabhuji āpani bhakti kare, lakhachorāshinā bandhanone, lakśamā lai kāpajo. paramātmā e ātmāne shānti sāchi apajo.
susampatti, suvichār ne satkarmano dai vāraso, janamojanam satsangathī kiratār pār utārajo, ā lok ne paralokamā tav prem ragrag vyāpajo. paramātmā e ātmāne shānti sāchi apajo.
male mokśa ke sukh svarganā, āshā ure evi nathi, dyo deh durlabh mānavino bhajan karavā bhāvathi, sachu batāvī rūp shri bhagavant hrdaye sthāpajo. paramātmā e ātmāne shānti sāchi āpajo.
In this song, the community together asks for blessings for the soul that has passed on from its body. This prayer is usually sung upon someone's death.
253