હે મારા ઘટમાં બિરાજતા


હે મારા ઘટમાં બિરાજતા, અરિહંતજી, જિનવરજી, મહાવીરજી તારા દર્શન કરીને થયું પાવન આ મન તારા મુખડાને જોઇ થયું જીવન ધન્ય, મારા મહાવીર પ્રભુ, હે મારા ઘટમાં... હું તો વીર પ્રભુની ભક્તિ રે કરું (૨) મારું જીવન પ્રભુ તારા ચરણે ધરું તારી મૂર્તિને જોઇ દાદા કરું રે નમન, મારું મોહી લીધું મન, હે મારા ઘટમાં... હું તો નામ રટણ કરું ઘડી રે ઘડી હવે સાંભળજો દાદા મારે ભીડ રે પડી તારી આંખ્યુમાં જોઇ છે પ્રેમની ઝડી, મારા તારણકરણ, હે મારા ઘટમાં મારો આતમ બન્યો છે આજ બળભાગી મારા હૈયા મેલ્યા છે શણગારી તમે વહેલા પધારો ઉરના આંગણિયે, ભક્તો કરે છે નમન, હે મારા ઘટમાં...
26

He Māra Ghatamā Birājatā


he mārā ghaṭamā birājatā, arihantajī, jinavarajī, mahāvīrajī tārā darshan karine thayu pāvan ā man, tārā mukhaḍāne joi thayu jivan dhanya, mārā mahāvir prabhu, he mārā ghaṭamā... hun to vir prabhuni bhakti re karu (2) māru jīvan prabhu tārā charaṇe dharu, tārī mūrtine joi dādā karu re naman, māru mohī līdhu man, he mārā ghaṭamā... hun to nām raṭan karu ghaḍī re ghaḍī, have sambhaļajo dādā māre bhiḍ re paḍī, tārī ānkhyumā joi chhe premani jhaḍī, mārā tāraṇakaran, he mārā ghaṭamā... māro ātam banyo chhe āj baļabhāgi mārā haiyā melyā chhe shaṇagāri tame vahelā padhāro uranā āgaṇīye, bhakto kare chhe naman, he mārā ghaṭamā... Oh Bhagwan, just a glimpse of your face enriched my life. I am attracted to your image and in your eyes I see love. My soul is truly fortunate and I humbly invite you to my heart.

27
27