હે કિરતાર
હે કિરતાર મને આધાર તારો, જોજે ના તૂટી જાય. પ્રભુ જોજે ના...
હે પ્રભુ તારા પ્રેમનો ખજાનો, જોજે ના ખૂટી જાય. પ્રભુ જોજે ના...
તારો આધાર મને આ અવનીમાં
આપે પ્રકાશ જ્યોત આ રજનીમાં
શ્રદ્ધાથી બાંધી છે ગાંઠો મેં સ્નેહની જોજે ના છૂટી જાય. પ્રભુ જોજે ના... શક્તિ પ્રમાણે ભક્તિ કરૂં છું આ જીવન તુજ ચરણે ધરૂં છું પ્રેમની પ્યાલી પીવા જાઉં ત્યાં જોજે ના ફૂટી જાય. પ્રભુ જોજે ના...
ગાઉં છું હે પ્રભુ ગીત તુજ પ્રીતના સ્નેહથી ભરેલા સૂરો સંગીતના લાખના હીરાને હાથમાંથી કોઈ જોજે ના લૂંટી જાય. પ્રભુ જોજે ના...
202
He Kiratār
he kiratar mane ādhār tāro, joje nā tūțī jāy. prabhu joje nā. he prabhu tārā premano khajāno, joje nā khūtī jāy. prabhu joje nā...
tāro ādhār mane ā avanīmā
ape prakash jyot a rajanimā shraddhathi bāndhi chhe gantho me snehani joje nā chhūṭī jāy. prabhu joje nā...
shakti pramāne bhakti karū chhun ā jīvan tuj charane dharu chhun premani pyāli pivā jāu tyān joje nā phūṭī jāy. prabhu joje nā...
gau chhun he prabhu gīt tuj pritanā snehathi bharelā sūro sangitanā lākhanā hīrāne hathamānthi koi, joje nā lūnțī jāy. prabhu joje nā...
The poet has immense faith on Bhagwan and relies on Bhagwan's support to lead his way. He is fearful that he will lose his connec- tion with Bhagwan. He is requesting God to take care of him in case of trouble.
203