હે કરૂણાના કરનારા
હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી હે સંકટના હરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી મેં પાપો કર્યાં છે એવાં, હું ભૂલ્યો તારી સેવા મારી ભૂલોના ભૂલનારા, તારી....
હે પરમ કૃપાળુ વ્હાલા, મેં પીધા વિષના પ્યાલા વિષને અમૃત કરનારા, તારી....
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી અવળી સવળી કરનારા, તારી....
મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો ઓ મારા સાચા ખેવનહારા, તારી....
કદી છોરૂ કછોરૂ થાયે, તું તો માવીતર કહેવાયે મીઠી છાયાના દેનારા, તારી....
છે મારૂં જીવન ઉદાસી, તું શરણે લે અવિનાશી મારા દિલમાં હે રમનારા, તારી....
200
He Karūnānā Karaṇārā
he karūṇānā karanārā, tārī karūnāno koi pār nathi he sankaṭanā haranārā, tārī karūṇāno koi pār nathi
me papo karya chhe evā, hun bhūlyo tāri sevā mārī bhūlonā bhūlaṇārā. tārī...
he param kṛpāļu vhālā, me pidhā viṣanā pyālā viṣane amrt karanārā, tārī...
hun antaramā thaī rājī, khelyo chhun avaļī bājī avaļī savaļī karanārā, tārī...
mane jadato nathi kināro, māro kyānthī āve āro o mārā sāchā khevanahārā, tārī...
kadi chhorū kachhorū thāye, tun to māvītar kahevāye mithi chhāyānā denārā, tārī...
chhe mārū jīvan udāsī, tun sharane le avināshī mārā dilamā he ramanārā. tāri...
Bhagwan is very compassionate towards all. Although we often forget his teachings and do not follow his suggested path, he never forgets to shower his blessings upon us. Being like a father, he forgives our mistakes and loves us unconditionally.
201