ગુજરાતી સ્તુતિઓ


આવ્યો શરણે તમારા, જિનવર કરજો આશ પૂરી, અમારી નાવ્યો ભવપાર મારો તુમ વિણ, જગમાં સાર લે કોણ મારી; ગાયો જિનરાજ આજે, હરખ અધિકથી પરમ આનંદ કારી, પાયો તુમ દર્શ નાશે, ભવભવ ભ્રમણા નાથ સર્વે અમારી. દાદા તારી મુખમુદ્રાને, અમિય નજરે નિહાળી રહ્યો, તારા નયનોમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો; ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ દર્શનમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો. અંતરના એક કોડિયામાં, દીપ બળે છે ઝાંખો, જીવનના જ્યોતિર્ધર એને, નિશદિન જલતો રાખો; ઊંચે ઊંચે ઊડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો, તમને ઓળખું નાથ નિરંજન, એવી આપો આંખો. સુણ્યા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કો ક્ષણે, હે જગતબંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ પણે; જન્મ્યો પ્રભુ તે કારણે દુ:ખપાત્ર હું સંસારમાં, હા ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચારમાં. જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે; પીયે મુદા વાણી સુધા, તે કર્ણયુગ્મને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને નિત ધન્ય છે.
8

Gujarati Stutio


avyo sharane tamārā jinavar, karajo āsh pūrī amārī, nāvyo bhavapār māro, tum viņ jagamā sār le kon mārī; gāyo jinarāj āje, harakh adhikathi param ānand kāri, pāyo tum darsha nashe bhavabhav bhramanā nāth sarve amāri. ★ dādā tārī mukhamudrāne, amiy najare nihāli rahyo, tārā nayanomānthi jharatu, divy tej hun jhili rahyo; kśanabhar a sansarani māyā, tāri bhaktimā bhūlī gayo, tuj darshanamā mast banine, ātmik ānand māṇī rahyo. antaranā ek koḍiyāmā, dip bale chhe jhānkho, jīvananā jyotirdhar ene, nishadin jalato rākho; unche unche uḍavā kāje, prāṇ chāhe chhe pānkho, tamane oļakhu nāth niranjan, evī āpo ankho. je drsti prabhu darshan kare, te drstine pan dhanya chhe, je jibh jinavarane stave, te jibhane pan dhanya chhe; piye mudā vāni sudhā, te karnyugmane dhanya chhe, tuj nām mantra vishad dhare, te hṛdayane nit dhanya chhe. sunya hashe pūjyā hashe, nirakhyā hashe pan ko kśaņe, he jagatabandhu chittamā dhāryā nahi bhakti paṇe; janmyo prabhu te kāraṇe duhkhapatra hun sansāramā, hā bhakti te phaļatī nathi, je bhāv shunyāchāramā.

The word "Stuti" means to praise. Stuti is sung to praise the Bhagwan when we enter a temple and have a first glimpse of Bhagwan. The above stuti are written in Gujarati language and describe Bhagwan's various virtues.
9