ગિરૂઆરે ગુણ તુમ તણા
ગિરૂઆરે ગુણ તુમ તણા, શ્રીવર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમીઝરે, મ્હારી નિર્મલ થાયે કાયા રે.
ગિરૂઆરે...
તુમ ગુણ ગણ ગંગાજલે, હું ઝીલીને નિર્મલ થાઉં રે; અવર ન ધંધો આદરૂં, નિશ દિન તોરા ગુણ ગાઉં રે. ગિરૂઆરે...
ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસે રે; જે માલતી ફુલે મોહીયા, તે બાઉલ જઇ વિ બેસે રે. ગિરૂઆરે...
એમ અમે તુમ ગુણ ગોઠશું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે; તે કેમ પરસુર આદરૂં, જે પરનારી વશ રાચ્યા રે.
ગિરૂઆરે...
તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે.
ગિરૂઆરે...
72
Giruare Gun Tum Taṇā
girūāre gun tum taṇā, shrivarddhamān jinarāyā re; sunata shravane amijhare, mhārī nirmal thāye kāyā re. giruare...
tum gun gan gangājale, hun jhilīne nirmal thāu re; avar na dhandho ādarū, nish din torā gun gāu re.
giruare...
jhilyā je gangājale, te chhillar jal navi pese re; je mālati phule mohiyā, te bāul jai navi bese re.
giruare...
em ame tum gun gothashu, range rāchyā ne vaļī māchyā re; te kem parasur ādarū, je paranārī vash rāchyā re.
giruare...
tun gati tun mati āsharo, tun ālamban muj pyāro re; vāchak yash kahe māhare, tun jiv jīvan ādhāro re. giruare...
One of the old time stavan favorites by Yashovijayaji Maharaj, this poem praises the qualities of Mahavir Bhagwan. Listening to these qualities, the devotee purifies himself. He engages in no other activities, and Mahavir is his support and lifeline.
73