ગમે તે સ્વરૂપે
ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બીરાજો, પ્રભુ મારા વંદન પ્રભુ મારા વંદન; ભલે ના નિહાળું નજરથી તમોને, મળ્યા ગુણ તમારા સફળ મારૂં જીવન. ગમે
જન્મ અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા,
ન ધર્મ કર્યો કે ન તમોને સંભાર્યા; હવે આ જીવનમાં કરૂં હું વિનંતી, સ્વીકારો તમે તો તૂટે મારાં બંધન. ગમે... મને હોંશ એવી ઉજાળું જગતને, કિરણ મળે જો મારા મનના દીપકને, તેથી તેજ આપો જલાવું હું જયોતિ, અમરપંથે સહુને કરાવજે તું દર્શન. ગમે...
94
Game Te Svarūpe
game te svarūpe game tyān bīrājo, prabhu mārā vandan prabhu mārā vandan; bhale nā nihāļu najarathi tamone, malyā guṇ tamārā saphaļ mārū jīvan. game...
janm asankhya malyā te gumāvyā, na dharma karyo ke na tamone sambhāryā; have ā jīvanamā karū hun vinantī, svikāro tame to tūṭe mārā bandhan. game.....
mane honsh evi ujāļu jagatane, kiran male jo mārā mananā dīpakane, tethi tej apo jalāvu hun jyoti, amarapanthe sahune karāvaje tun darshan. game...
The poet wishes to bow to Bhagwan wholeheartedly regardless of what shape or form Bhagwan is in. Even though he cannot see Bhagwan physically, he wishes to acquire his qualities and follow on the virtuous path.
95