એવો લાગ્યો છે...
એવો લાગ્યો છે અમને આ દુનિયાનો રંગ
જેથી લાગે ના હૈયે તારી ભક્તિનો રંગ ઊંચે આભમાં ઊડે છે પેલો પાપનો પતંગ. એવો...
કાચના શણગારો માંગે કાચી આ કાયા આંખો મીંચીને મૂકે માટીમાં માયા
એવા રંગરાગમાં સૌએ ડૂબ્યા અંગે અંગ. એવો...
જાણીને બોલીયે રે જુઠ્ઠી રે વાણી
માખણને બદલે વલોવીએ રે પાણી
કેવો જામ્યો છે ઝેરભર્યો જીવતરનો જંગ. એવો...
સંસારી સુખ અમને લાગે છે પ્યારૂં
તારૂં જ નામ લેવું લાગે અકારું
તારી ભક્તિમાં વારે વારે પડતો રે ભંગ. એવો...
138
Evo Lagyo Chhe...
evo lagyo chhe amane ā duniyāno rang jethi lāge na haiye tāri bhaktino rang ūnche ābhamā ūḍe chhe pelo pāpano patang. evo...
kāchanā shaṇagāro mange kachi ā kāyā ankho minchine mūke māṭīmā māyā evā rangarāgamā saue ḍūbyā ange ang. evo...
jāņine boliye re juththi re vāņi mākhaṇane badale valovie re pāņi
kevo jāmyo chhe jherabharyo jivatarano jang. evo...
sansari sukh amane lage chhe pyārū
tāru ja nām levu lāge akāru
tārī bhaktimā vāre vāre paḍato re bhang. evo...
We are so stained by the temporary pleasures of everyday life that it has become very difficult to paint ourselves with spirituality and religion.
139