એક જ અરમાન છે મને


એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને (૨) ફૂલડું બનું કે ભલે ધૂપસળી થાઉં, આશા છે સામગ્રી પૂજાની થાઉં, ભલે કાયા આ રાખ થઈ શમે, મારું જીવન સુગંધી બને (૨) તડકા-છાયા કે વા વર્ષાના વાયા, તોયે કુસુમો કદી નાં કરમાયાં, ઘાવ ખીલતાં ખીલતાં એ ખમે, મારું જીવન સુગંધી બને (૨) વાતાવરણમાં સુગંધ ના સમાતી, જેમ જેમ સુખડ ઓરશિયે ઘસાતી, પ્રભુ કાર્યે ઘસાવું ગમે, મારું જીવન સુગંધી બને (૨) ગૌ૨વ મહાન છે પ્રભુ કાર્ય કેરું, ના જગમાં કામ કોઈ એથી અદકેરું, ભક્ત તેથી ભગવાનને ગમે, મારું જીવન સુગંધી બને (૨) જગની ખારાશ બધી ઉરમાં સમાવે, તોયે સાગર મીઠી વરસા વરસાવે, સદા ભરતી ને ઓટમાં ૨મે, મારું જીવન સુગંધી બને (૨)
106

Ek Ja Araman Chhe Mane


ek ja aramān chhe mane, māru jīvan sungadhi bane (2) phūladu banu ke bhale dhūpasali thāu, āshā chhe sāmagri pūjānī thāu, bhale kāyā ā rākh thai shame, māru jīvan sugandhi bane (2) taḍakā-chhāyā ke vā varṣānā vāyā, toye kusumo kadī nā karamāyā, ghāv khilata khilatā e khame, māru jivan sugandhi bane (2) vātāvaraṇamā sugandh nā samāti, jem jem sukhaḍ orashiye ghasātī, prabhu karye ghasāvu game, māru jīvan sugandhi bane (2) gaurav mahān chhe prabhu kāry keru, nā jagamā kām koi ethi adakeru, bhakt tethi bhagavānane game, māru jīvan sugandhi bane (2) jagani khārāsh badhi uramā samāve, toye sagar mithi varasā varasāve, sadā bharati ne otamā rame, māru jīvan sugandhi bane (2)

The poet wishes to serve Bhagwan like an incense that burns itself to spread its fragrance. He also compares his act of service to an ocean which is composed of salty water, yet gives us pure water in the form of rain.
107