એક દિન જાવું
એક દિન જાવું પ્રભુના ધામમાં, ચેતીને ચાલો સંસારમાં. એક દિન...
એની ખબર કે સંદેશ નહિ આવશે, નહિ આવે તાર કે ટપાલમાં. એક દિન...
જો જો એ દિવસ ઓચિંતો આવશે, રહેવું મહાવીરના ધ્યાનમાં. એક દિન... લેશે જવાબ ત્યાં પાપ અને પુન્યના, નહિ ત્યાં કોઈ સાથમાં. એક દિન... ભક્તિનું ભાથું તમે સાથે લઈ લેજો, ભૂલશો નહિ બેભાનમાં. એક દિન...
ભૂલશો નહિ સિદ્ધાચલના વાસી, રાખોને ચિત્ત મહાવીરમાં. એક દિન...
124
Ek Din Jāvu
ek din jāvu prabhunā dhāmamā, chetine chalo sansāramā. ek din...
eni khabar ke sandesh nahi avashe, nahi āve tār ke tapālamā. ek din...
jo jo e divas ochinto avashe, rahevu mahāvīranā dhyānamā. ek din.....
leshe javāb tyān pāp ane punyanā, nahi tyān koi sāthamā. ek din...
bhaktinu bhathu tame sathe lai lejo, bhulasho nahi bebhānamā. ek din...
bhulasho nahi siddhāchalanā vāsi, rākho ne chitt mahāvīramā. ek din...
One day we all have to leave this world, and go to "other world" (Prabhu's Place"), warns the poet of this song to a devotee. Since no notice or warning issued, one must remember on his/her own, and keep Mahāvir in the mind, One must be always prepared with the account book of Pap and Punya, as well as some food in the form of devotion for the journey.
125