દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો


દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરશન દીયોઃ કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે પાલખી કોઈ આવે પગપાળે, દાદાને દરબાર; હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી... શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે પાલખી, હું આવું પગપાળે, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી... કોઈ મૂકે સોના - રૂપા કોઈ મૂકે મહોર, કોઈ મૂકે ચપટી ચોખા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી... શેઠ મૂકે સોના - રૂપા, રાજા મૂકે મહોર, હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી કોઈ માંગે કંચનકાયા, કોઈ માંગે આંખ, કોઈ માંગે ચરણની સેવા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી... કોઢિયો માંગે કંચનકાયા, આંધળો માંગે આંખ, હું માંગું ચરણની સેવા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી... હીર વિજય ગુરૂ હીરલો ને વી૨-વિજય ગુણ ગાય, શત્રુંજયના દર્શન કરતાં આનંદ અપાર, હાં હાં આનંદ અપાર, દાદા આદીશ્વરજી. . .
18

Dādā Ādishvaraji Dūrathi Avyo


dādā ādīshvaraji dūrathī āvyo, dādā darishan diyo : koi āve hathi ghode, koi āve pālakhi koi āve pagapāļe, dādāne darabār : hān han dādāne darabār, dādā ādīshvaraji... sheth ave hathi ghoḍe, rājā āve pālakhi, hun āvun pagapāle, dādāne darabār, hān han dādāne darabār, dādā ādīshvaraji... koi mūke sonā - rūpā koi mūke mahor, koi muke chapati chokhā, dādāne darabār, hān hān dādāne darabār, dādā ādīshvaraji... sheṭh mūke sonā - rūpā, rājā mūke mahor, hun mūkun chapați chokhā, dādāne darabār, hān hān dādāne darabār, dādā ādīshvarajī..... koi mange kanchanakāyā, koī mānge ankh, koi mānge charaṇanī sevā, dādāne darabār, hān han dādāne darabār, dādā ādīshvaraji... kodhiyo mange kanchanakāyā, āndhalo mange ankh, hun māngun charaṇani sevā, dādāne darabār, hān hān dādāne darabār, dādā ādīshvaraji... hir vijay guru hiralo ne vir-vijay gunṇ gāy, shatrunjayanā darshan karatā ānand apār, hān hān ānand apār, dādā ādīshvarajī.....

In this stavan, the devotee is humbly requesting a glimpse of Adinath Bhagwan. Though he does not possess any wealth nor does he have any expensive gifts to offer, he seeks a chance to serve the Bhagwan.
19