ચૌદ સ્વપ્ન


રાય રે સિધારથ ઘર પટરાણી નામે ત્રિશલા સુલક્ષણા રે, રાજભુવનમાં પલંગે પોઢંતા ચૌદ સ્વપ્ન રાણી દેખીયા રે, પહેલે સ્વપ્ને મેં ગજવર દીઠો, બીજે વૃષભ સોહામણો રે, ત્રીજે સિંહ સુલક્ષણો દીઠો, ચોથે લક્ષ્મી દેવતા, પાંચમે પાંચ વર્ણની માળા, છઠે ચંદ્ર અમી ઝરે રે. સાતમે સૂરજ, આઠમે ધજા, નવમે કળશ રૂપાતણો રે, પદ્મ સરોવર દશમે દીઠો, ક્ષીર સમુદ્ર અગિયારમે રે, દેવ વિમાન તે બારમે દીઠો, રણજણ ઘંટ વાજતા રે, રત્નનો રાશિ તેરમે દીઠો, અગ્નિ શિખારણ ચૌદમે રે. સુણો સ્વામી મેં તો સ્વપ્નાં લાધ્યાં પાછલી રાત રળિયામણી રે, રાય રે સિધારથ પંડિત તેડ્યા કહો રે પંડિત ફલ એહનું રે. અમ કુલ મંગલ તમ કુલ દીવો ધન્ય રે મહાવીર સ્વામી અવતર્યા રે, જે નર ગાવે તે સુખ પાવે આનંદ રંગ વધામણા રે.
46

Chaud Svapna


rāy re sidhārath ghar paṭarāṇī nāme trishalā sulakśaṇā re, rājabhuvanamā palange poḍhantā chaud svapn rānī dekhiyāre, pahele svapne me gajavar dīṭho, bije vrushabh sohāmaṇo re, trije sinh sulakšano dītho, chothe lakśmī devatā, pānchame pānch varṇanī mālā, chhaṭhe chandra ami jhare re. sātame sūraj, āṭhame dhajā, navame kaļash rūpātaṇo re, padm sarovar dashame dītho, kśir samudra agiyārame re, dev vimān te bārame dītho, ranajan ghanṭ vājatā re, ratnano rāshi terame dīṭho, agni shikhāraṇ chaudame re. suņo svāmi me to svapnā lādhyā pāchhali rāt raliyāmaṇī re, rāy re sidhārath pandit teḍyā kaho re pandit phal ehnu re. am kul mangal tam kul divo dhany re mahāv ir svāmī avataryā re, je nar gave te sukh pāve ānand rang vadhāmaṇā re.

Every tirthankar's mother has dreams at the time of conception. Mahāvir's mother Trishalā also had fourteen auspicious dreams starting with elephant, bullock and ending with smokeless fire. The Pandit predicted that the future baby is destined to be great.
47