ચાર દિવસના ચાંદરણા


(રાગ : ચાંદ સી મહેબૂબા હો...ફિલ્મ : હિમાલય કી ગોદ મેં) ચાર દિવસના ચાંદરણા પર જૂઠી મમતા શા માટે ? જે ના આવે સંગાથે, એની માયા શા માટે ? આ વૈભવ સાથે ના આવે, પ્યારાં સ્નેહી પણ ના આવે, તું ખૂબ મથે જેને જાળવવા, એ જોબન સાથે ના આવે, અહીંનું છે અહીંયાં રહેવાનું, એની દોસ્તી શા માટે ? જે ના આવે... મેં બાંધેલી મહેલાતો ને, દોલતનું કાલે શું થાશે ? જાવું પડશે જો અણધાર્યું, પરિવારનું ત્યારે શું થાશે ? સૌનું ભાવિ સૌની સાથે, એની ચિંતા શા માટે ? જે ના આવે... સુંવાળી દોરીનાં બંધન, આજે સૌ પ્રેમ થકી બાંધે, પણ તૂટે તંતુ આયુષ્યનો, ત્યારે કોઈ એને ના સાંધે, ભીડ પડે ત્યાં તડતડ તૂટે, એવા બંધન શા માટે ? જે ના આવે...
160

Chār Divasanā Chāndarāṇā


(rag chand si mehbūbā ho.... film : himālaya ki god mein) : chār divasanā chāndaraṇā par jūṭhī mamatā shā māṭe ? je nā āve sangāthe, enī māyā shā māțe ? ā vaibhav sathe nā āve, pyārā snehi pan nā āve, tun khūb mathe jene jāļavavā, e joban sāthe nā āve, ahinnu chhe ahinyā rahevānu, eni dosti shā māțe ? je nā āve... me bāndhelī mahelāto ne, dolatanu kāle shun thāshe ? javun paḍashe jo aṇadhāryu, parivāranu tyāre shun thashe ? saunu bhāvi saunī sāthe, enī chintā shā māṭe ? je nā āve... thaki bandhe, sunvāļī dorīnā bandhan, āje sau prem pan tute tantu ayusyano, tyāre koi ene nā sāndhe, bhid pade tyān taḍataḍ tūṭe, evā bandhan shā māṭe ? je nā āve...

This song reminds us that our possessions are temporary. Our life, like the moonlight, lasts for very short while. This song advises us to reduce attachments and focus on our soul.
161