ભૂલો ભલે બીજું બધું


‘પુનિત’ મહારાજ ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ... પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ... કાઢી મુખેથી કોળિયા, મ્હોમાં દઈ મોટા કર્યા, અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ... લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ... લાખો કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠર્યાં, એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ... સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ... ભીને સૂઈ પોતે અને, સૂકે સુવાડ્યા આપને, એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ... પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ... ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહિ, પલ પલ પુનિત એના ચરણની, ચાહના ભૂલશો નહિ...
250

Bhūlo Bhale Biju Badhu


'Punit' Mahārāj bhūlo bhale biju badhu, mābāpane bhūlasho nahi, aganit chhe upakār enā, eh visarasho nahi... paththar pūjyā pṛthvi taṇā, tyāre diṭhu tam mukhaḍu, e punit jananā kālajā, paththar bani chhundasho nahi... kādhi mukhethiī koliyā, mhomā dai moṭā karyā, amṛta taṇā denār sāme, jher ugaļasho nahi..... lākho laḍāvyā lāḍ tamane, koḍ sau pūrā karyā, e koḍanā pūraṇāranā, koḍ pūravā bhūlasho nahi... lākho kamātā ho bhale, mābāp jethī nā ṭharyā, e lākh nahi pan rākh chhe, e mānavu bhūlasho nahi... santānathi seva chaho, santān chho sevā karo, jevu karo tevu bharo, e bhāvanā bhūlasho nahi.... bhine sui pote ane, sūke suvāḍayā āpane, enī amimay ānkhane, bhūlīne bhinjavasho nahi... puṣpo bichhāvyā premathī, jeṇe tamārā rāh par, e rāhabaranā rāh par, kanṭak kadi banasho nahi... dhan kharachatā maļashe badhu, mātāpitā maļashe nahi, pal pal punit enā charaṇani, chāhanā bhūlasho nahi...

This song pays tribute to our parents. It states that nothing is more important in this world than the parents who gave us birth and raised us. The millions that you earned are worth zero if you fail to keep your parents happy. No matter how successful you become in life, do not neglect your parents.
251