ભૂલા ૨ે પડયા અમે


ભૂલા રે પડ્યા અમે ભૂલા રે પડ્યા અમે ભવના મુસાફિર ભૂલા રે પડ્યા, ક્યાંયે જાવું હતું ને ક્યાં જઇ ચડ્યા. અમે ભવના જાવા નીકળ્યા’તા અમે ઉગમણી દિશાએ, આથમણે છેડે અંતે આવી રે પડ્યા. અમે ભવના મનના મિનારા અમે બાંધ્યા'તા આભ ઊંચા, સોનાનાં શિખરો એનાં તૂટી રે પડ્યાં. અમે ભવના... હીરા માણેકને અમે પ્રભુ ગણી પૂજ્યા, પથરાઓ થઇ એ તો પંથે નડ્યા. અમે ભવના પ્રભુજીને જોવા કાજે દશે દિશા આથડ્યા, અંતે જોયું તો ત્યારે ઘટમાં જડ્યા. અમે ભવના
128

Bhula Re Padya Ame


bhūlā re paḍyā ame bhūlā re paḍyā, ame bhavanā musaphir bhūlā re paḍyā, kyānye jāvu hatu ne kyān jai chaḍyā. ame bhavanā... jāvā nīkaļyā'tā ame ugamani dishāe, athamane chheḍe ante āvī re paḍyā. ame bhavanā... mananā minārā ame bāndhyā'tā ābh ūnchā, sonānā shikharo enā tūṭī re paḍyā. ame bhavanā... hīrā māṇekane ame prabhu gaṇī pūjyā, patharão thai e to panthe naḍyā. ame bhavanā... prabhujine jovā kāje dashe dishā āthaḍyā, ante joyun to tyāre ghatamā jaḍyā. ame bhavanā...

We are lost in the cycle of birth and death. We have wandered in all ten directions and finally found Bhagwan in our own soul.
129