ભક્તિમાં ભીંજાણાં રે...
એ... ગાન તમારાં ગાતાં ગાતાં, અમે સમયનું ભાન ભૂલ્યાં એ... ખાવું ભૂલ્યાં, પીવું ભૂલ્યાં, ઊંઘ અને આરામ ભૂલ્યાં એ... રાગ મૂલ્યાં, ને દ્વેષ ભૂલ્યાં,
વળી પાપ તણો વ્યાપાર ભૂલ્યાં
એવા એકાકાર બન્યાં કે સળગેલો સંસાર ભૂલ્યાં
ભક્તિમાં ભીંજાણાં રે, પ્રભુજી અમે ભક્તિમાં ભીંજાણાં આધિ ને વ્યાધિ બધી ભાગી ગઈ ઉપાધિ, એ... જ્યારે કીર્તનના રંગમાં રંગાયા રે. પ્રભુજી... બેસૂરાં કામ બધાં મેલ્યાં રે વેગળાં,
એ... જ્યારે તંબૂરાના સૂર સંભળાણા રે. પ્રભુજી... મનના માંકડા આવ્યા અંકુશમાં,
એ... જ્યારે મંજીરાના નાદ સંભળાણા રે. પ્રભુજી... ચિંતાના ઘોડલા ભાગ્યા ભડકતા,
એ... જ્યારે તબલાના બોલ સંભળાણા રે. પ્રભુજી... શાંતિના સાગરે દીધી રે ડૂબકી,
એ... જ્યારે મીઠાં ભજન સંભળાણાં રે. પ્રભુજી... હૈયાના હોડલા માંડ્યા હિલોડવા,
એ... જ્યારે ભાવોનાં નીર ઊભરાણાં રે. પ્રભુજી... કર્મોના પોપડા માંડ્યા ઉખડવા,
એ... જ્યારે મસ્તીનાં પૂર છલકાણાં રે. પ્રભુજી...
188
Bhaktimā Bhijānā Re...
e... gān tamārā gātā gātā, ame samayanu bhān bhūlyā e... khāvu bhūlyā, pivu bhūlyā, ūngh ane ārām bhūlyā e... rāg bhūlyā, ne dveṣ bhūlyā, vali pap tano vyāpār bhūlyā
evā ekākār banyā ke saļagelo sansār bhūlyā
bhaktimā bhījāṇā re, prabhuji ame bhaktimā bhījāṇā adhi ne vyādhi badhi bhagi gai upadhi, e... jyāre kirtananā rangamā rangāyā re. prabhuji... besūrā kām badhā melyā re vegaļā,
e... jyāre tambūrānā sūr sambhaļāṇā re. prabhuji... mananā mānkaḍā āvyā ankushamā,
e... jyāre manjīrānā nād sambhaļāṇā re. prabhujī..... chintānā ghoḍalā bhāgyā bhaḍakatā,
e... jyāre tabalānā bol sambhaļāṇā re. prabhuji... shantinā sāgare didhi re dubaki,
e... jyāre mīṭhā bhajan sambhaļāṇā re. prabhuji... haiyānā hoḍalā māndyā hiloḍavā,
e... jyāre bhāvonā nīr ubharāṇā re. prabhuji... karmona popadā mānḍyā ūkhaḍavā,
e... jyāre mastīnā pūr chhalakāṇā re. prabhuji.....
We are so engrossed in devotion to Bhagwan that all our anger, attachments and aversions are melting away. The beautiful sound of each musical instrument further captivates us in this prayer and devotion.
189