ભક્તિ કરતાં


ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું રહે હૃદયકમળમાં તારૂં ધ્યાન, પ્રભુ એવું માગું છું તારૂં મુખડું પ્રભુજી હું જોયા કરૂં રાત દિવસ ગુણો તારા ગાયા કરૂં અંત સમયે રહે તારૂં ધ્યાન. પ્રભુ મારી આશ નિરાશ કરશો નહિ મારા અવગુણ હૈયે ધરશો નહિ શ્વાસોચ્છ્વાસ રહે તારૂં ધ્યાન. પ્રભુ... મારા પાપ ને તાપ સમાવી દેજો આ સેવકને ચરણોમાં રાખી લેજો આવી દેજો દર્શન દાન. પ્રભુ... તારી આશાએ પ્રભુ હું તો જીવી રહ્યો તમને મળવાને પ્રભુ હું તો તલસી રહ્યો મારી કોમળ કાયા કરમાય. પ્રભુ... મારા ભવોભવના પાપો દૂર કરો મારી અરજી પ્રભુજી હૈયે ધરો મને રાખજો તુમ્હારી પાસ. પ્રભુ.. તમે રહેજો ભવોભવ સાથ. પ્રભુ
240

Bhakti Karatā


bhakti karatā chhūțe mārā prāṇ, prabhu evu māgu chhun. rahe hrūdaykamaļamā tāru dhyān, prabhu evu māgu chhun. tāru mukhaḍu prabhuji hun joyā karu; rāt divas guņo tārā gāyā karu; ant samaye rahe tāru dhyān. prabhu... māri ash nirash karasho nahi, mārā avagun haiye dharasho nahi, shvasochchhavās rahe tāru dhyān. prabhu... mārā pāp ne tāp samāvi dejo, ā sevakane charaṇomā rākhi lejo, āvi dejo darshan dān. prabhu... tārī āshāe prabhu hun to jivi rahyo, tamane malavāne prabhu hun to talasi rahyo, mārī komaļ kāyā karamāy. prabhu... mārā bhavobhavanā pāpo dūr karo, mārī araji prabhuji haiye dharo, mane rākhajo tumhārī pās, prabhu... tame rahejo bhavobhav sāth. prabhu...

The ultimate desire of the poet is to leave his body while he is in prayer. He wishes to be closer to Bhagwan at the time of his death.
241