બંધન બંધન ઝંખે મારૂં મન


બંધન બંધન ઝંખે મારૂં મન, પણ આતમ ઝંખે છૂટકારો, મને દહેશત છે આ ઝગડામાં, થઈ જાય પૂરો ના જન્મારો ! બંધન બંધન... મીઠાં, મધુરાં ને મનગમતાં, પણ બંધન અંતે બંધન છે, લઈ જાય જનમના ચકરાવે, એવું દુઃખદાયી આલંબન છે, હું લાખ મનાવું મનડાને, પણ એક જ એનો ‘ઉહંકારો’. બંધન બંધન... અકળાયેલો આતમ કે' છે, મને મુક્ત ભૂમિમાં ભમવા દો, ના રાગ રહે ના દ્વેષ રહે, એવી કક્ષામાં મને ૨મવા દો, મિત્રાચારી આ તનડાની, બે ચાર ઘડીનો ચમકારો, બંધન બંધન... વરસો વીત્યાં, વીતે દિવસો, આ બે શક્તિના ઘર્ષણમાં, મને શું મળશે વિષ કે અમૃત, આ ભવસાગરના મંથનમાં ? ક્યારે પંખી આ પિંજરાનું, કરશે મુક્તિનો ટહુકારો ? બંધન બંધન...
220

Bandhan Bandhan Jhankhe Māru Man


bandhan bandhan, jhankhe māru man, pan ātam jhankhe chhuṭakāro, mane daheshat chhe ā jhagaḍāmā, thai jāya pūro nā janmāro ! bandhan bandhan... mīṭhā, madhurā ne managamatā, pan bandhan ante bandhan chhe, lai jāy janamanā chakarāve, evu duḥkhadāyī ālamban chhe, hun lākh manāvu manaḍāne, pan ek j eno ‘unhakāro'. bandhan bandhan... akaļāyelo ātam ke chhe, mane mukta bhūmimā bhamavā do, nā rāg rahe, nā dveṣ rahe, evi kakśāmā mane ramavā do, mitrachārī ā tanaḍāni, be char ghaḍino chamakāro, bandhan bandhan..... varaso vityā, vite divaso, ā be shaktinā gharsanamā, mane shun malashe vis ke amṛt, ā bhavasagaranā manthanamā ? kyāre pankhi ā piñjarānu, karashe muktino ṭahukāro ? bandhan bandhan...

The poet describes the struggle between our mind and soul. Our mind desires worldly pleasures that will keep us captive, while our soul desires freedom.
221