બહુ પુણ્યકેરા (હિંરગીત છંદ)


શ્રીમદ્ રાજચંદ્ર બહુ પુણ્યકેરા, પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો; તોયે અરે ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ? લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પિરવારથી, વધવાપણું એ નય ગ્રહો વધવાપણું સંસારનું નરદેહને હારી જવો; એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો ! નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે; પર વસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા; તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં ! તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું ; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ્ર એને ઓળખો ! સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો, આ વચનને હ્રદયે લખો.
180

Bahu Puṇyakerā


(harigit chhand) Shrimad Rajachandra bahu puṇyakerā, pūnjathi, shubh deh mānavano malyo; toye are bhavachakrano ānțo nahi ekke ṭalyo. sukh prāpt karatā sukh ṭale chhe, lesh e lakše laho. ksan kśan bhayankar bhāvamarane, kān aho rāchī raho ? laksmi ane adhikār vadhatā shun vadhyun te to kaho ? shun kuṭumb ke parivārathi, vadhavāpaṇu e nay graho vadhavāpanu sansāranu naradehane hāri javo; eno vichar nahi ahoho! ek pal tamane havo ! nirdos sukh nirdoș ānand, lyo game tyānthi bhale; e divy shaktimān jethi, janjīrethi nīkale; par vastumā nahi mūnjhavo, enī dayā mujane rahi; e tyāgavā siddhant ke, pashchāt duḥkh te sukh nahi. hun kon chhun? kyanthi thayo? shun svarūp chhe māru kharu ? konā sambandhe vaļagaṇā chhe ? rākhu ke e paraharu ? enā vichār vivekapūrvak, shānt bhāve jo karyā to sarva ātmik jñānanā, siddhānt tattv anubhavyā ! te prāpt karavā vachan konu satya kevaļ mānavu ? nirdos naranu kathan māno ‘teh' jene anubhavyu! re! ātm tāro ! ātm tāro ! shighr ene olakho ! sarvātmamā samadrsti dyo, a vachanane hrdaye lakho.

One of the many philosophical songs written by contemporary sage Shrimad Rajchandraji, this song is an introspection of the seeker to make the most of our precious human life. One must ask the questions such as “Who am I?”, “Where did I come from?", "What is my true nature?", "What are my relationships?" and “Should I keep them or reject them?” These are the many questions that would lead you to true understanding of your soul.
181