આવ્યાં રૂડાં પર્યુષણ રે...
આવ્યાં રૂડાં પર્યુષણ રે, હાલો દેરાસરમાં દર્શને મોતીડે (પુષ્પ) વધાવો રે, આજે પ્રભુ મહાવીરને ટેક સુગંધી ફૂલડાંની માળા રે ગુંથાવો.
વીરને પહેરાવો રે. હાલો...
દીપકોની ઝગમગતી રોશની પ્રગટાવો. આરતી ઉતારો રે. હાલો...
વીરની મૂર્તિને આજે સુંદર શણગારો. આંગી તો સજાવો રે. હાલો...
પૂજન-અર્ચન કરી વીરને વધાવો. ધ્યાન ધરો વીરનાં રે. હાલો...
નવકાર-મંત્ર ભણી પ્રભુ ગુણ ગાવો. ભાવના ભાવે ભાવો રે. હાલો...
આદેશ પ્રભુના સૌ જીવનમાં ઉતારો. સત્યપંથે ચાલો રે. હાલો...
“પખાવાજ મંડળ”ની આજે ભાવનામાં આવો. લેવા જેવો લ્હાવો રે. હાલો...
154
Avyā Rūḍā Paryusan Re...
āvyā rūḍā paryuṣaṇ re, hālo derāsaramā darshane, motiḍe (puṣpe) vadhāvo re, aje prabhu mahāvirane... tek
sugandhi phūlaḍānī māļā re gunthāvo virane paheravo re. hālo...
dipakoni jhagamagati roshani pragaṭāvo. arati utāro re. halo...
virani mūrtine āje sundar shaṇagāro. angi to sajāvo re. hālo...
pūjana-archan kari virane vadhāvo. dhyān dharo viranā re. hālo...
navakār-mantra bhani prabhu gun gāvo. bhāvanā bhāve bhāvo re. hālo...
ādesh prabhunā sau jīvanamā utāro. satyapanthe chālo re. hālo...
"pakhāvāj manḍa!” nī āje bhāvanāmā āvo. levā jevo lhāvo re. hālo...
Devotees are rejoicing and going to temple at the time of Paryusan. They are overjoyed and are preparing to celebrate the eight day jain festival. They are decorating Bhagwan's image with colorful flowers, jewelery and lighting lamps and doing ārati.
155