આવોને વીરજી મારા


આવોને વીરજી મારા આંગણિયે, ચંદના જુએ છે વાટ રે; વીરજી આવ્યા આંગણિયે. રાજકુમારી વળી બાળકુમારી, ચંદના એનું છે નામ રે, વીરજી આવ્યા આંગણિયે. માથે મુંડેલ વળી, પગમાં છે બેડલી, એક પગ ઉંબર બહાર રે, વીરજી આવ્યા આંગણિયે. સૂપડાને ખૂણે અડદના બાકુળા, અઠ્ઠમના ઉપવાસ રે, વીરજી આવ્યા આંગણિયે. આનંદી જોયું મુખ પાછા તે વળીયા, પછી વરસે આંસુડાની ધાર રે, વીરજી આવ્યા આંગણિયે. ચંદનાએ વીરજીને પારણું કરાવ્યું, વર્સો છે જય જયકાર રે, વીરજી આવ્યા આંગણિયે.
58

Avone Viraji Mārā


āvone vīrajī mārā āngaṇiye, chandanā jue chhe vāt re; viraji āvyā ānganiye. rājakumārī vaļī bāļakumārī, chandana enu chhe nām re, viraji āvyā ānganiye. māthe munḍel vaļī, pagamā chhe beḍali, ek pag umbar bahār re, viraji āvyā ānganiye. supaḍāne khūṇe aḍadanā bākuļā, aththamanā upavās re. virajī āvyā āngaṇiye. anandi joyun mukh pachhā te valiyā, pachhi varase ānsuḍānī dhār re. vīrajī āvyā āngaṇiye. chandanāe vīrajine pāraņu karāvyu, vartyo chhe jay jayakār re, virajī āvyā ānganiye.

The story of Chandanbālā is famous in Jain literature. The devotee yearns for arrival of respected saint, but when the guest does arrive, the test criteria tighten up. But alas, the devotee passes the test, and there is happiness all around.
59