આવો રે આવો મહાવીર નામ લઈએ
આવો રે આવો મહાવીર નામ લઈએ
વીર નામ લઈએ ભવપાર તરી જઈએ. આવો રે......
ભાગ્યવાન આપણે જૈન ધર્મ પામ્યા
એના સિદ્ધાંતની નાવ કરી લઈએ. આવો રે...
વીર પ્રભુ કહે છે કે અહિંસા અપનાવો
અહિંસામાં ઓતપ્રોત બની જઈએ. આવો રે...
વીર પ્રભુ કહે કોઈને દુઃખ નવી દઈએ
સુખ આપી દુઃખ હરનાર બની જઈએ. આવો રે...
વીર પ્રભુ કહે સહુથી સમભાવ રાખવો
ઊંચ શું ને નીચ બધું એક ગણી લઈએ. આવો રે...
વીર પ્રભુ કહે સહુથી પ્રેમભાવ રાખવો
પ્રેમભરી શાંત સરિતા બની જઈએ. આવો રે...
વીર પ્રભુ કહે કોઈથી ક્રોધ નવી કરીએ
શીતળ ને શાંત ચંદન બની જઈએ. આવો રે...
વીરનો ઉપદેશ જે તન મનથી પાળે
કહે ‘કિશોર’ એના દાસ બની જઈએ. આવો રે...
104
Avo re Avo Mahāvir Nām Laie
āvo re āvo mahāvir nām laie,
vir nām laie bhavapār tari jaie. āvo re...
bhagyavān āpane jain dharma pāmyā, enā siddhāntanī nāv kari laie. āvo re...
vir prabhu kahe chhe ke ahinsā apanavo, ahinsāmā otaprot banī jaie. āvo re...... vir prabhu kahe koine duḥkh navi daie, sukh api duḥkh haranar bani jaie. āvo re...
vir prabhu kahe sahuthi samabhāv rākhavo; unch shun ne nich badhun ek gaṇī laie. āvo re... vir prabhu kahe sahuthi premabhāv rākhavo; premabhari shānt saritā banī jaie. āvo re.....
vir prabhu kahe koithi krodh navi karie; ne shānt chandan banī jaie. āvo re...
shita!
virano upadesh je tan manathī pāļe;
kahe 'kishor' enā dās banī jaie. āvo re.....
Devotees are rejoicing and chanting Bhagwan Mahāvir's name. They feel lucky and blessed to be born Jains. They want to follow the path of nonviolence and compassion.
105