આવો આવો દેવ મારાં
દોહરા : પુણ્યમયી સતીઓ થકી, ઉજ્જવળ છે ઇતિહાસ; ચંદનબાળા સાધ્વી, ચંદન સમ સુવાસ. રાજકુમારી એ હતી વૈભવનો નહિ પા૨; તોયે આ સંસારનો, મોહ ન એને લગાર. કર્મયોગે બહુ દુઃખ સહ્યાં, પલટી ગઈ ઘટમાળ; રઝળી રાજકુમારીકા, ક્રૂર થયો એ કાળ. બાકુળા વહોરાવવા, બેઠી ઉંબર માંય;
વિનવે કોઈ અતિથિને, આવો આંગણ માંય. ઢાળ : આવો આવો દેવ મારાં સૂનાં સૂનાં દ્વાર, મારાં આંગણાં સૂનાં, રોતી રોતી ચંદનબાળા વિનવે છે; આજ મારાં આંગણાં સૂનાં. પગમાં બેડી માથે મુંડી, આંખે આંસુધાર;
ઉપવાસી ત્રણ ત્રણ દિવસની, મુખથી ગણે નવકાર. મારાં... બાકુળાના ભોજન મળિયા, પણ નહિ મનડું માને કોઈ અતિથિને વહોરાવીને, પછી જ ખાવું મારે. મારાં......... કૌશંબી નગરીની માંહે, યોગી એક વિચરતા; પાંચ માસ ને પચીશ દિનથી, ભિક્ષા કાજે ફરતા. મારાં... દ્વાર-દ્વારથી એ ભિક્ષા વિણ, શીદને પાછા ફરતા; કોણ હશે એ મહા તપસ્વી ? એહવો નિશ્ચય કરતા. મારાં બાળા ભોજન દે છે ત્યાં તો, યોગી પાછા વળિયા;
અહો ! પ્રભુ શું ઓછું આવ્યું ? દડ દડ આંસુ પડિયા. મારાં... અભિગ્રહ પૂરણ જાણી પ્રભુજી, નિજ કર પાત્ર ધરાવે; ચંદનબાળા ભાવ ધરીને, બાકુળા વહોરાવે. મારાં તે જ ક્ષણે ચમકાર થયો ને, તૂટી પગની બેડી;
માથે સુંદર વાળ થયા ને, વરસી સુખની હેલી. મારાં
આવો આવો વીર સ્વામી ! આવો મહાવીર આજ ! મારાં... આવો આવો વીર ! હું છું ક્યારની અધીર. મારાં...
54
Avo Avo Dev Mārā
doharā : puṇyamayi satio thaki, ujjaval chhe itihās; chandanabāļā sādhvi, chandan sam suvās. rājakumāri e hati vaibhavano nahi pār; toye a sansarano, moh na ene lagār. karmayoge bahu duḥkh sahyā, palați gai ghaṭamā! rajhali rajakumārīkā, krūr thayo e kāl. bākuļā vahorāvavā, beṭhī umbar mānya;
vinave koi atithine, āvo āngaṇ mānya.
dhāļ: āvo āvo dev mārā sūnā sūnā dvār, mārā āngaṇā sūnā, roti roti chandanabāļā vinave chhe; āj mārā āngaṇā sūnā.
pagamā beḍī māthe mūṇḍī, ānkhe ānsudhār;
upavāsi tran tran divasani, mukhathi gane navakār. mārā... bākuļānā bhojan maliyā paṇ nahi manaḍu māne koi atithine vahorāvine, pachhi ja khāvun māre. mārā... kaushambi nagarinī mānhe, yogi ek vicharatā; panch mās ne pachish dinathi, bhikśā kāje pharatā. mārā... dvār-dvārathi e bhikśā viņ, shidane pāchhā pharatā; koṇ hashe e mahā tapasvī? ehavo nishchay karatā. mārā... bāļā bhojan de chhe tyān to, yogi pāchhā valiyā;
aho! prabhu shun ochhu āvyu? daḍ daḍ ānsu padiyā. mārā... abhigrah puran jāni prabhuji, nij kar pātra dharave; chandanabāļā bhāv dharine, bākuļā vahorāve. mārā... te ja kśaṇe chamakār thayo ne, tūtī pagani bedi; māthe sundar vāl thayā ne, varasi sukhanī helī. mārā... āvo āvo vir svāmī ! āvo mahāvir āj ! mārā...
āvo āvo vir! hun chhu kyārani adhir. mārā...
This song narrates the famous story of princess Chandanbālā. It describes the scene when Chandanbālā who had fasted for three continuous days and was waiting to offer the alms to a saint. Eventually Bhagwān Mahāvir visits her house and accepts food from her and frees her from her sorrows.
55