આટલું તો આપજે (રાગ : વાઘેશ્રી)


પ્રભુલાલ દ્વિવેદી આટલું તો આપજે ભગવાન મને છેલ્લી ઘડી, ના રહે માયા તણા બંધન, મને છેલ્લી ઘડી. આટલું... જિંદગી આ તેં દીધી એ જીવનમાં સમજ્યો નહીં, એ જ યાચું કે રહે સમજણ મને છેલ્લી ઘડી. આટલું... હાથ પગ નિર્બળ બને જો, શ્વાસ છેલ્લા સંચરે, તું આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી. આટલું... હું તો જીવનભર સળગી રહ્યો સંસારનાં સંતાપથી, તું આપજે શાંતિભરી નિદ્રા મને છેલ્લી ઘડી. આટલું... મરણશૈયા પર પડી મિંચાય છેલ્લી આંખ જ્યાં, ઓ દયાળુ આપજે દર્શન મને છેલ્લી ઘડી. આટલું... અગણિત અધર્મો મેં કર્યા, તન મન, વચન યોગે કરી, હે ક્ષમાસાગર ! ક્ષમા મુજને, આપજે છેલ્લી ઘડી. આટલું... અંત સમય આવી મુજને ના દમે ષટ્ દુશ્મનો, જાગૃતપણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી. આટલું...
238

Aṭalu To Apaje


(rāg: vāgheshri) Prabhulal Dwivedi āṭalu to āpaje bhagvān mane chhellī ghadi nā rahe māyā taṇā bandhan, mane chhelli ghaḍī. āṭalu... jindagi ā ten dīdhi e jīvanamā samajyo nahi, e ja yāchu ke rahe samajan mane chhelli ghaḍī. āṭalu... hath pag nirbal bane jo, shvās chhellā sanchare, tun āpaje tyāre prabhumay man mane chhelli ghaḍī. āṭalu... hun to jīvanabhar salagi rahyo sansāranā santāpathī, tun āpaje shāntibharī nidrā mane chhelli ghaḍī. āṭalu... maraṇashaiyā par paḍī minchāy chhellī ānkh jyān, o dayāļu āpaje darshan mane chhelli ghaḍī. āṭalu... aganit adharmo me karyā, tan man, vachan yoge kari he kśamāsāgar! kśma mujane, apaje chhelli ghaḍī. āṭalu... ant samay āvī mujane nā dame ṣat dushamano, jagṛtpaṇe manmā rahe, tāru smaran chhelli ghaḍī. āṭalu...

The poet requests to Bhagwan that at my last breath, at least grant me true understanding and help me shed my worldly attachments.
239