અરે એવા છે વિતરાગી જગતમાં
અરે એવા છે વિતરાગી જગતમાં, જિનેશ્વર ભગવાન નહિ રાગ નહિ દ્વેષ લગીરે, જેને સર્વ સમાન. અરે...
રાજપાટ ને માત પિતાની, મૂકી દીધી છે માયા, આત્માના રંગે રંગી છે, એણે નિજની કાયા, જન્મ-મરણની જાળ તોડવા, દીધું અનુપમ જ્ઞાન અરે......... વાણીમાં વ્હાલપ વરસે, પ્રાણીમાત્રમાં પ્રેમ, શબ્દે શબ્દે શાતા વળતી, શીતળ ચાંદની જેમ, રોમે રોમે ગાજી રહેતું, વિશ્વપ્રેમનું ગાન. અરે...
સત્ય અહિંસાનો દીધો છે, દુનિયાને સંદેશ, મંગળમય મુક્તિનો જેણે, આપ્યો છે આદેશ, સચરાસર સૃષ્ટિમાં સૌનું, ચાહે છે કલ્યાણ. અરે...
40
Are Eva Chhe Vitaragi Jagatamā
are evā chhe vitarāgī jagatamā, jineshvar bhagavān nahi rāg nahi dves lagire, jene sarva samān. are...
rājapāṭ ne māt pitānī, mūki dīdhi chhe māyā, ātmānā range rangi chhe, ene nijanī kāyā, janma-maraṇanī jāļ toḍavā, dīdhu anupam jñān. are..... vāṇīmā vhālap varase, prāṇīmātramā prem, shabde shabde shātā vaļatī, shītaļ chāndanī jem, rome rome gājī rahetu, vishvapremanu gān. are..... satya ahinsāno didho chhe, duniyane sandesh, mangaļamay muktino jeņe, āpyo chhe adesh, sacharachar sṛṣṭimā saunu, chāhe chhe kalyāṇ. are.....
This song talks about the virtues of Bhagwān. Bhagwan does not have aversion or attachment toward anyone and sees everyone equally. He left all the worldly luxuries in search of ultimate knowledge and gave the message of truth and nonviolence.
41