આંખડી મારી પ્રભુ


(રાગ - દિલ કે અરમા આંસુઓં મેં ....ફિલ્મ : નિકાહ) આંખડી મારી પ્રભુ હરખાય છે જ્યાં તમારા મુખનાં દર્શન થાય છે. આંખડી મારી પ્રભુ... પગ અધીરા દોડતાં દેરાસરે દ્વારે પહોંચું ત્યાં અજંપો જાય છે. આંખડી મારી પ્રભુ... દેવનું વિમાન જાણે ઊતર્યું એવું મંદિર આપનું સોહાય છે. આંખડી મારી પ્રભુ... ચાંદની જેવી પ્રતિમા આપની તેજ એનું ચોતરફ ફેલાય છે. આંખડી મારી પ્રભુ... મુખડું જાણે પૂનમનો ચંદ્રમા ચિત્તમાં ઠંડક અનેરી થાય છે. આંખડી મારી પ્રભુ... બસ ! તમારા રૂપને નિરખ્યા કરું લાગણી એવી હૃદયમાં થાય છે. આંખડી મારી પ્રભુ...
22

Ankhaḍi Māri Prabhu


(rāga-dil ke aramā ānsuo me..... film : nikāh) ānkhaḍī mārī prabhu harakhāy chhe jyān tamārā mukhanā darshan thāy chhe. ānkhaḍī mārī prabhu... adhira dodata derasare pag dvāre pahonchu tyān ajampo jāy chhe. ānkhaḍī māri prabhu... devanu vimān jāņe ūtaryu evu mandir āpanu sohāy chhe. ānkhaḍī mārī prabhu... chandani jevi pratimā āpani tej enu chotaraph phelāy chhe. ankhaḍī mārī prabhu... mukhaḍu jāņe pūnamano chandramā chittama thandak aneri thay chhe. ankhaḍī mārī prabhu... bas! tamārā rūpane nirakhyā karu lāgaṇi evi hrdayamā thāy chhe. ankhaḍī māri prabhu...

The devotee's eyes are captivated by the beauty she sees in the Bhagwan's murti as she offers her prayers. This stavan shows her fascination of the charm and radiance of the Bhagwān.
23