અનંતનાથ પ્રભુ નામ છે તારૂં


(રાગ : દેખે તેરે સંસારકી હાલત...ફિલ્મ : નાસ્તિક) અનંતનાથ પ્રભુ નામ છે તારૂં, અનંત ગુણ ભંડાર; મુજને ભવજલ પાર ઉતાર (૨) અનંત સુખમાં તું પ્રભુ રાચે, અનંત છે તુજ જ્ઞાન મુજને ભવજલ પાર ઉતાર (૨) કોઈ જન્મમાં આપણે બંને રમ્યા હશું કંઇ અવનવ રંગે, આજ પ્રભુ તું છે પ્રભુતાએ, રઝળી રહ્યો છું માયા સંગે, તારી મારી પ્રીત પુરાણી, ભુલાય ના જિનરાજ. મુજને ભવજલ પાર ઉતાર (૨) અનંત જ્ઞાનનાં છે તુજ દરિયા, વરસાવે જો તું વાદળિયા, અનંત જીવને તેં પ્રભુ તાર્યા, ભવસાગરને પાર તરાવ્યા, મારી પ્યાસ બુઝાવા જિનવર, એક બિંદુની આશ. મુજને ભવજલ પાર ઉતાર (૨) શ્રી સિંહસેન તણા કુલરાયા, સુલસા માતાના છો જાયા, તુજ વિણ નહીં મને કોઇ સહારા, નયનો તલસે દર્શન તારા, મુક્તિ કિનારે જાવા પ્રભુજી, માંગું છું તુજ સાથ. મુજને ભવજલ પાર ઉતાર (૨) શ્રી જૈન સંયુક્ત મંડળ ગાવે, કર જોડી વિનવે છે ભાવે, આ ભવને વાટે ઘાટે, શરણ ચરણ પ્રભુ તારૂં ચાહે, અજરામર પ્રભુ પદ ચાહે, દેજો દિન દયાળ. મુજને ભવજલ પાર ઉતાર (૨)
74

Anantanath Prabhu Nam Chhe Tārūn


(rāg : dekh tere sansārakī hālat........ film : nāstik) anantanath prabhu nām chhe tārūn, anant gun bhanḍār mujane bhavajal pār utār (2) anant sukhamā tun prabhu rāche, anant chhe tuj jñān mujane bhavajal pār utār (2) koi janmamā āpane banne ramya hashun kain avanav range, āj prabhu tun chhe prabhutāe, rajhaļī rahyo chhun māyā sange, tāri māri prit purāṇī, bhulāy nā jinarāj. mujane bhavajal pār utār (2) anant jñānanā chhe tuj dariyā, varasāve jo tun vādaļīyā, anant jivane ten prabhu tāryā, bhavasagarane pār tarāvyā, mārī pyās bujhāvā jinavar, ek bindunī āsh. mujane bhavajal pār utār (2) shri sinhasen taṇā kularāyā, sulasā mātānā chho jāyā, tuj viņ nahi mane koī sahārā, nayano talase darshan tārā, mukti kināre jāvā prabhuji, māngu chhun tuj sāth. mujane bhavajal pār utār (2) shrī jain sanyukt manḍaļ gāve, kar joḍī vinave chhe bhāve, ā bhavane vāṭe ghāte, sharan charaṇ prabhu tārūn chāhe, ajarāmar prabhupad chāhe, dejo din dayāl, mujane bhavajal pār utār (2)

This stavan is addressed to the fourteenth Tirthankar Shri Ananthnath Bhagwan. Anant, meaning infinite, describes his infinite-happiness and knowledge. The devotee requests Bhagwan's help in attaining liberation from misery of the world. He reminds Bhagwan of their closeness in the past and asks for special help in reaching liberation.
75