અમી ભરેલી નજરું


અમી ભરેલી નજરું રાખો, મહાવીર શ્રી ભગવાન રે; દર્શન આપો દુઃખડાં કાપો, મહાવીર શ્રી ભગવાન રે; ચરણ કમલમાં શીશ નમાવું (૨), વંદન કરૂં મહાવીર રે, દયા કરીને ભક્તિ દેજો (૨), મહાવીર શ્રી ભગવાન રે. હું દુઃખીયારો તારે દ્વારે (૨), આવી ઊભો મહાવીર રે, આશિષ દેશો ઉ૨માં લેજો (૨), મહાવીર શ્રી ભગવાન રે, તારા ભરોસે જીવન નૈયા (૨), હાંકી રહ્યો મહાવીર રે, બની સુકાની પાર ઉતારો (૨), મહાવીર શ્રી ભગવાન રે ભક્તો તમારા કરે વિનંતી (૨), મહાવીર શ્રી ભગવાન રે, મુજ આંગણમાં વાસ તમારો, મહાવીર શ્રી ભગવાન રે, મુજ આંગણમાં વાસ કરોને (૨), મહાવી૨ શ્રી ભગવાન રે.
96

Ami Bhareli Najarū


ami bhareli najarū rākho, mahāvir shri bhagavān re; darshan apo duḥkhadā kāpo, mahāvir shri bhagavān re; charan kamalamā shish namāvu (2), vandan karū mahāvir re, dayā karine bhakti dejo (2), mahāvīr shri bhagavān re. hun duḥkhiyāro tāre dvāre (2), āvī ūbho mahāvīr re, āshiṣ desho uramā lejo (2), mahāvīr shri bhagavān re, tārā bharose jivan naiyā (2), hānki rahyo mahāvir re, banī sukani pār utāro (2), mahāvīr shri bhagavān re, bhakto tamārā kare vinanti (2), mahāvir shri bhagavān re, muj āngaṇmā vās tamāro (2), mahāvir shri bhagavān re, muj āngaṇmā vās karone (2), mahāvir shri bhagavān re,

The devotee is humbly requesting Bhagwan to give him love, support and relieve his miseries. He also invites Bhagwan to his heart.
97