આજ મારા દેરાસરમાં


આજ મારા દેરાસરમાં, મોતીડે મેહ વરસ્યાં રે; મોતીડે મેહ વરસ્યાં રે, હીરલે મેહ વરસ્યાં રે, મુખડું દેખી પ્રભુજી તમારું, હૈયા સહુનાં હરખ્યાં રે. આજ... ઝગમગ ઝગમગ જ્યોતિ ઝલકે, વસે અમીરસ ધારા રે, અનુપમ મુખ નિરખી વિકસે, અંતર ભાવ અમારા રે. આજ... વીર પ્રભુની માયામાંથી, ભક્તિના રંગ જમાયા રે, ચરણ કમલની સેવા પામી, ભક્તે પ્રભુગુણ ગાયા રે. આજ... ભવ અનંતનાં બંધન તૂટ્યાં, ભ્રમણા ભાંગી ગઈ રે, વિજય વર્ષો શિવપુરને પંથે, મતલબ પૂરી થઈ રે. આજ.
20

Aj Mārā Derāsaramā


āj mārā derāsaramā, motiḍe meh varasyā re; motiḍe meh varasyā re, hirale meh varasyā re, mukhaḍu dekhi prabhujī tamāru, haiyā sahunā harakhyā re. āj... amiras dhārā re, jhagamag jhagamag jyoti jhalake, varase ami anupam mukh nirakhī vikase, antar bhāv amārā re. āj... vir prabhunī māyāmānthī, bhaktinā rang jamāyā re, charan kamalani sevā pāmi, bhakte prabhuguṇ gāyā re. āj... bhav anantanā bandhan tūṭyā, bhramaṇā bhāngi gai re, vijay varyo shivapurane panthe, matalab pūrī thai re. āj.

This stavan represents the celebration of the devotees after they enter a derasar. Their hearts rejoice as they get a glimpse of the Bhagwan. They feel as if their purpose of getting on the right spiritual path has been accomplished.
21