અહો ! અહો ! શ્રી સદ્ગુરુ
શ્રીમદ્ રાજચંદ્ર
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર.
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપીઓ વર્તુ ચરણાધીન.
આ
આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.
ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ.
જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત.
156
Aho! Aho! Shri Sadguru
Shrimad Rajachandra
aho! aho! shri sadguru, karunāsindhu apār; ā pāmar par prabhu karyo, aho! aho! upakār.
shun prabhu charan kane dharun, ātmāthi sau hin; te to prabhue apio vartun charanādhin.
ā dehādi ājathi, varto prabhu ādhin; dās dās hun dās chhun, teh prabhuno din.
ṣat sthānak samajāvine, bhinn batāvyo āp; myān thaki taravāravat, e upakār amāp.
jeh svarup samajyā vinā, pāmyo duḥkh anant; samajāvyun te pad namu, shri sadguru bhagavant.
param purus prabhu sadguru, paramajñān sukhadhām; jeṇe āpyu bhān nij, tene sadā praṇām.
deh chhatā jeni dashā, varte dehātīt; te jñānīnā charaṇamā, ho vandan aganit.
Written by Shrimad Rājachandraji, this song expresses gratitude towards his guru for showing him the right path to liberatrion. He is very grateful to his guru for helping him understand the true meaning of religious literature.
157