આદિ જિણંદ


આદિ જિણંદ આદિ જિણંદ ભરત બતાવો આજ, મરુદેવી માતા પૂછે ક્યાં છે મારો લાલ. તું તો રંગમહેલમાં મોજ કરે છે, મારો ઋષભ તો વનમાં ફરે છે; કોઈ લાવો કોઈ લાવો તેના સમાચાર. મરુદેવી માતા... થરથર કંપાવતી ઠંડી પડે છે, ઘરમાં રહેવાથી શરદી ચડે છે; એહવી ઠંડી કેમ સહેશે મારો કોમળ બાળ. મરુદેવી માતા... ગરમીના તાપથી અંગારા ઝરે છે, ઝાડી ને જંગલો તેહમાં બળે છે; એહવામાં કોણ લે મુજ નંદની સંભાળ. મરુદેવી માતા... વરસાદનાં વાદળાં ધૂમ ચડે છે, વાયુ વંટોળથી પહાડો પડે છે; મેઘ તૂટે, વીજ કરે આકાશે ચમકાર. મરુદેવી માતા... રડી રડીને આંસુ સુકાણાં, આંખોનાં તેજ તો તેહમાં સમણાં; પળ પળ જાય હવે વરસ સમાન. મરુદેવી માતા... સમવસરણ દેવો રચે છે, બાર પરિષદની ધૂમ મચે છે; ભરત કહે ચાલો માતા પ્રભુ આવ્યા દ્વાર. મરુદેવી માતા... ગજવર અંબાડીએ માતાજી આવે, મારો ઋષભ તો ના રે બોલાવે, મેં ધર્યો ફોગટનો પુત્ર રાગ અપાર. મરુદેવી માતા... પુત્ર વિયોગથી આંસુ હું સારતી, રસિક જ્ઞાનની વાણી સંભારતી; કોણ માતા કોણ પુત્ર સ્વાર્થી આ સંસાર. મરુદેવી માતા... આતમ જ્ઞાનના ઊપજ્યા વિચારો, ક્ષપક શ્રેણીએ ચડી કર્યા પ્રહારો; મરુદેવી માતા પામ્યા પંચમ કેવળજ્ઞાન. મરુદેવી માતા...
42

Adi Jinand


ādi jinand ādi jiņand bharat batāvo āj, marudevi mātā puchhe kyān chhe māro lāl. tun to rangamahelamā moj kare chhe, māro rshabh to vanamā phare chhe; koi lavo koi lāvo tenā samāchār. marudevī mātā... tharathar kampāvati thandi pade chhe, gharamā rahevathi sharadi chade chhe; ehavi thanḍī kem saheshe māro komaļ bāļ. marudevī mātā... garaminā tāpathi angārā jhare chhe, jhāḍī ne jangalo tehamā bale chhe; ehavāmā kon le muj nandani sambhāļ. marudevī mātā... varasādanā vādalā dhum chaḍe chhe, vayu vanṭolathi pahādo pade chhe; megh tūte, vij kare ākāshe chamakār. marudevī mātā... radi raḍine ansu sukāṇā, ankhona tej to tehmā samāṇā; pal pal jay have varas samān. marudevi mātā... samvasaran devo rache chhe, bār pariṣadani dhum mache chhe; bharat kahe chālo mātā prabhū āvyā dvār. marudevī mātā... gajavar ambādie mātājī āve, māro rshabh to nā re bolave, men dharyo phogatno putra rāg apār. marudevī mātā... putra viyogathi ansu hun sārati, rasik jñānani vani sambhārati; koṇ mātā kon putra swarthi ā sansār. marudevi mātā... ātam jñānanā ūpajyā vichāro, kśapak shreņie chadi karyā prahāro; marudevī mātā pāmyā pancham kevaļjñān. marudevī mātā...

Bhagwan Rshbhdev's mother Marudevi was worried about her son as he became an ascetic. She is concerned about the difficult and dangerous environment in the jungle where he would be residing. This song describes her pain and care as a mother. However when she realises that this is false attachment, she attains Keval Gnan.
43