આ તો જનમ જનમ
આ તો જનમ જનમના ફેરા (૨)
આજ અહીં તો કાલ ન જાણે, ક્યાં પડશે આ ડેરા. આ તો...
મોંઘો માનવ જન્મ મળ્યો ને, અવસર એવો ખોયો, પ્રભુ ભક્તિ વિસારી દઈને, માયા રંગે મોહ્યો, ઘડપણમાં પ્રભુ વીર ભજીશું, ખ્યાલ એ મૃગજળ કેરા. આ તો...
સત્ય અહિંસા સ્નેહ ધર્મનો, દીધો સંદેશો વીરે,
માર્ગ એ મહાવીર પ્રભુનો, ભુલાયો ધીરે ધીરે, તૃષ્ણા મમતા માયા માંહિ, ફરતા ભવભવ ફેરા. આ તો...
પરમ ધર્મનો પુનિત દીવડો, પ્રગટાવો જીવનમાં,
મિલન ઝંખો સદાય વીરનું, ભક્તિ હો તનમનમાં, ભવોભવ ફેરા મિટાવી દઈને, મોક્ષ તણા એ ડેરા. આ તો...
132
A To Janam Janam
ā to janam janamnā pherā (2)
āj ahi to kāl na jāṇe, kyān paḍashe ā ḍerā. ā to...
mongho mānav janm malyo ne, avasar evo khoyo, prabhu bhakti visārī daine, māyā range mohyo, ghadapanama prabhu vir bhajishu, khyāl e mūgajal kerā. ā to... satya ahinsā sneh dharmano, dīdho sandesho vire, marg e mahāvir prabhuno, bhulayo dhire dhire, tṛṣṇā mamatā māyā māhi, pharatā bhavabhav pherā. ā to.....
param dharmano punit dīvaḍo, pragaṭāvo jīvanamā, milan jhankho sadāy viranu, bhakti ho tanamanamā, bhavobhav pherā miṭāvī daine, mokśa taṇā e ḍerā. ā to.....
This song emphasizes on the value of human life. Human life is very precious. We should not forget the ultimate goal of our life and work in the correct direction to ultimate happiness without further delay.
133