આ દુનિયાની રંગભૂમિ
આ દુનિયાની રંગભૂમિ પર,
કોઈ બને મોર તો કોઈ બને ઢેલ, આવ્યા છે સહુએ કરવાને ખેલ, આવ્યા છે...
કોઈ થાય રાજા તો કોઈ થાય ભિખારી, કોઈ ખાય ખાજા તો કોઈનું પેટ ખાલી, કોઈને મહેલ તો કોઈને જેલ, આવ્યા છે...
કોઈ થાય સાધુ તો કોઈ રંગરાગી, માયા ને મોહમાંહીં કોઈ રંગરાગી, જીવન મરણનો સાચો ઉકેલ, આવ્યા છે...
કોઈ જાય આજે તો કોઈ જશે કાલે, કોઈને તિલક તો કોઇને કલંક ભાલે, કોઈનો અંત સુખમાં તો કોઇનો અંત દુઃખમાં, પૂરો થઈ જશે આ ખેલ, આવ્યા છે...
176
A Duniyani Rangabhūmi
a duniyani rangabhūmi par,
koi bane mor to koi bane dhel,
āvya chhe sahue karavāne khel, āvyā chhe...
koi thāy rājā to koi thay bhikhārī, koi khāy khājā to koīnu peṭ khālī, koine mahel to koine jel, āvyā chhe...
koi thay sadhu to koi rangaragi māyā ne mohamāhī koi rangarāgi, jivan maranano sacho ukel, āvyā chhe...
koi jāy aje to koi jashe kāle,
koine tilak to koine kalank bhāle, koino ant sukhamā to koino ant duḥkhamā, pūro thai jashe ā khel, āvyā chhe...
We are all actors in this worldly universe playing out our role in the drama. Truly seeing our lives as an elaborate drama is our greatest challenge.
177